149 વર્ષ બાદ ગુરુપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ

નવી દિલ્હી, તા. 11 : આ વખતે 16મી જુલાઇના દિવસે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ દેખાશે. ભારતમાં પણ દેખાનારું આ ગ્રહણ ગુરુપૂર્ણિમાના દિવસે આવે છે. આવો દુર્લભ સંયોગ 149 વરસ પછી બનશે. ચંદ્રગ્રહણ 16 જુલાઇની રાત્રે 1 અને 32 મિનિટે શરૂ થઇને સવારે 4 અને 31 મિનિટ સુધી રહેશે. સુતક કાળ સાંજે 4 અને 31 મિનિટથી શરૂ થશે અને 9 કલાકનો રહેશે. અગાઉ, 12 જુલાઇ, 1870ના દિવસે 149 વર્ષ પહેલાં ગુરુપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થયું હતું. તે વખતે પણ શનિ કેતુ અને ચંદ્ર સાથે ધન રાશિમાં સ્થિત હતો. ચંદ્રગ્રહણ આખાં ભારતની સાથોસાથ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં જોવા મળશે.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer