અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા તૈયાર કુમાર સ્વામી

બેંગ્લુરુ, તા.11 : ઉપરાઉપરી 16 વિધાયકોનાં રાજીનામાને પગલે ગંભીર કટોકટીમાં મૂકાઈ ગયેલી કર્ણાટકની ગઠબંધન સરકારે આજે મંત્રીમંડળની બેઠક બોલાવી હતી અને તેમાં સંગઠિત પણ સ્થિતિનો મુકાબલો કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. 
મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં આત્મવિશ્વાસ દર્શાવવામાં આવ્યો હતો કે, જો ભાજપ વિધાનસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે તો પણ સરકાર જરૂરી સંખ્યાબળ સાથે સમર્થન પુરવાર કરી શકશે.
આ બેઠક બાદ રાજ્યનાં ગ્રામીણ વિકાસ મંત્રી ક્રિષ્ના ગૌડાએ કહ્યું હતું કે, જો જરૂર પડશે તો સરકાર વિશ્વાસનો મત માગશે. જો કે અત્યારે તો ભાજપ ઉતાવળમાં છે અને તેઓ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માગતાં હોય તો પહેલા એ થવા દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભાજપે કોંગ્રેસ અને જેડીએસની સરકારે બહુમત ગુમાવી દીધો હોવાનું કહીને મુખ્યમંત્રીનાં રાજીનામાની માગણી પણ કરેલી છે. શું રાજ્યપાલ વજુભાઈ વાળા સરકારને બુહમતી સાબિત કરવા માટે કહેશે? તેવા સવાલનાં જવાબમાં ગૌડાએ જણાવ્યું હતું કે, રાજ્યપાલ પાસે કેટલાંક સંવિધાનિક અધિકારો છે અને તે કોઈ નિર્દેશ આપે તો તેનું અનુપાલન કરવામાં આવશે.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer