ગુજરાતમાં દરિયાઇ સુરક્ષાનું સીધું મોનિટરિંગ

હવે ડીજીપી કક્ષાના અધિકારીઓ દ્વારા કરાશે
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.11 : ગુજરાતના 1600 કિમીના દરિયાકિનારાની સુરક્ષાને વધુ સુદઢ કરવા માટે તથા દરિયાઇ માર્ગે કોઇપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ ન થાય તેને રોકવા માટે રાજ્યસરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. દરિયાઇ સુરક્ષાનું સીધુ મોનિટરિંગ હવે એડીડીજીપી અને ડીજીપી કક્ષાના અધિકારીઓ દ્વારા કરાશે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દરિયાઇ કામગીરીના સુપરવિઝન માટે આઇજીપી કોસ્ટલ સિક્યુરિટીની તમામ કામગીરી એડીડીજીપી/ ડીજીપી મરીનને સોંપાશે. આ માટે જગ્યા અપગ્રેડ કરીને સુદઢ વહીવટી માળખુ પણ ગોઠવવામાં આવશે. હાલની આઇપીજી/ એટીએસ/ આઇજી મરીન ટાસ્ક ફોર્સ અને આઇડીપી કોસ્ટલ સીક્યુરીટીની જગ્યાઓ પણ એડીડીજીપી/ ડીજીપીનું સીધુ નિયંત્રણ રહેશે .એડીડીજીપી (એટીએસ)નું નામ પણ બદલીને હવે એટીએસ કોસ્ટલ સિક્યુરિટી રખાશે તથા આઇજીપી મરીન ટાસ્ક ફોર્સનું નામ પણ બદલીને હવે આઇજીપી કમાન્ડો ફોર્સ રાખવામાં આવ્યું છે. જેનું મુખ્ય મથક અમદાવાદ ખાતે રહેશે. જે સીધા એડીડીજીપી/ડીજીપી-એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના સીધા નિયંત્રણ હેઠળ કામગીરી કરશે. 
પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, એડીડીજીપી/ડીજીપી-એટીએસના સીધા નિયંત્રણ હેઠળ ત્રણ એસપી કક્ષાના અધિકારીઓ કામ કરશે. તે પૈકી બે એસપી(એટીએસ), આઇજીપી(એટીએસ)ના નિયંત્રણ હેઠળ કામ કરશે. સાથેસાથે આઇજીપી કમાન્ડો ફોર્સના નિયંત્રણ હેઠળ એસપી કોસ્ટલ સિક્યુરિટી પણ કામ કરશે.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer