વિદેશી ભંડોળપ્રાપ્તિમાં કથિત નિયમભંગનો કેસ

વિદેશી ભંડોળપ્રાપ્તિમાં કથિત નિયમભંગનો કેસ
સુપ્રીમના એડવોકેટ્સ આનંદ ગ્રોવર અને પત્ની ઈન્દિરા જયસિંહને ત્યાં સીબીઆઈ દરોડા

નવી દિલ્હી તા. 11: વિદેશી ભંડોળો મેળવવામાં કથિત નિયમભંગના કેસ સબબ સુપ્રીમ કોર્ટના સીનિયર એડવોકેટ્સ આનંદ ગ્રોવર અને તેમનાં પત્ની ઈન્દિરા જયાસિંહના-મુંબઈ અને દિલ્હીમાંના- આવાસ અને કચેરીઓ ખાતે સીબીઆઈએ આજે દરોડા પાડયા હતા.
ગૃહ ખાતા તરફથી થયેલી ફરિયાદના આધારે વિદેશી ભંડોળો મેળવવાના કથિત નિયમભંગ સબબ તા.18 જુને એજન્સીએ આ ધારાશાત્રીઓ સામે એફઆઈઆર નોંધાવી હતી. તેમાં આ વિદેશી સહાયના વપરાશમાં કેટલીક વિસંગતિ તરફ આંગળી ચિંધવામાં આવી હતી. (ગ્રોવર અને ઈન્દિરા જયસિંહ લોયર્સ કલેક્ટિવ નામની એનજીઓ ચલાવે છે.) ફરિયાદમાં એચઆઈવી/એઈડસ વિધેયક માટે યોજાએલી રેલીનો ઉલ્લેખ થયા ઉપરાંત જણાવાયુ હતું કે '06-'07થી '14-'1પ દરમિયાન આ એનજીઓને રૂ. 32.39 કરોડની રકમ મળી છે. 
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ દરોડા વખોડતા જણાવ્યું હતું કે કાયદાના શાસન અને બંધારણીય મૂલ્યોને જીવનપર્યંત પુષ્ટી આપતા આવેલા આ સીનિયર એડવોકેટ્સને દરોડાને આધીન બનાવાય તે નરી કિન્નાખોરી છે. ઈન્દિરા જયસિંહે જણાવ્યું હતું કે ગ્રોવરને અને મને, આટલા વર્ષોથી માનવ અધિકારો માટે જે કામ કરીએ છીએ તે માટે નિશાન બનાવાઈ રહ્યા છે.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer