13 વર્ષના છોકરાએ 18 માળની બિલ્ડિંગની ટેરેસ પરથી ઝંપલાવ્યું

13 વર્ષના છોકરાએ 18 માળની બિલ્ડિંગની ટેરેસ પરથી ઝંપલાવ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : ગુરુવારે વડાલામાં એક બહુમજલી ઈમારતના ટેરેસ પરથી 13 વર્ષના એક છોકરાએ આત્મહત્યા કરી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે.
રિયાન ચક્રવર્તી નામનો આ ટિનેજર 18 માળની ગિરનાર હાઈટ્સના ટેરેસ પર ગયો હતો અને ત્યાંથી નીચે પડયો હતો. આ ઘટના 3.45 વાગ્યાની આસપાસ બની હતી. ઘટના સમયે તેના ઘરે કોઈ નહોતું. તેના માતા-પિતા નોકરીએ ગયા હતા.
પોલીસને રિયાનના ચંપલ ટેરેસની ટાંકી પરથી મળ્યા હતા. આને લીધે તેણે આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા છે.
રિયાનને તરત જ સાયન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત ર્ક્યો હતો.
આ સુસાઈડ છે કે અકસ્માત એ વિશે પોલીસે નક્કર નિર્ણય ર્ક્યો નથી. પોલીસે કહ્યું હતું કે આસપાસની બિલ્ડિંગોના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસીને ચોક્કસ નિર્ણય લેવાશે.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer