વડા પ્રધાને બી. કે. બિરલાની વિનમ્રતા અને પરોપકારી ભાવનાનાં વખાણ કર્યાં

વડા પ્રધાને  બી. કે. બિરલાની વિનમ્રતા અને પરોપકારી ભાવનાનાં વખાણ કર્યાં
કહ્યું મને પણ પ્રેરણા મળેલી
મુંબઈ, તા. 11 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ બસંત કુમાર બિરલાની પરોપકારી ભાવનાના વખાણ કર્યાં છે. વર્ષ 2009માં ભરૂચમાં ટૅક્સટાઈલ પ્લાન્ટના ઉદ્ઘાટનમાં બિરલા સાથેના દિવસો પણ મોદીએ યાદ કર્યા હતા. 
બી. કે. બિરલા 98 વર્ષની વયે 3 જુલાઈએ મુંબઈમાં મૃત્યુ પામ્યા હતા. મોદીએ તેમના પૌત્ર કુમાર મંગલમ બિરલાને લખેલા શોક પત્રમાં જણાવ્યું હતું કે, `શરૂઆતથી જ બી. કે. બિરલા સરળતા, વિનમ્રતા અને શિષ્ટ જીવનશૈલીના પાઠ માટે જાણીતા હતા અને આ ગુણ તેઓ તેમના પિતા પાસેથી શીખ્યા હતા. બસંતકુમાર બિરલાએ કેસોરામ ઈન્ડસ્ટ્રિઝમાં એક જૂનિયર કર્મચારી તરીકે શરૂઆત કરી હતી અને બિઝનેસના મૂળભૂતો શીખ્યા હતા. ઊંચી સફળતા મેળવ્યા છતાં તેઓઁ મને જ્યારે પણ મળતા ત્યારે તેમનામાં નમ્રતાના દર્શન થતા. વર્ષ 2009માં ભરૂચમાં ટૅક્સટાઈલ મિલના ઉદ્ઘાટનમાં જ્યારે અમે મળ્યા હતા, તે વખતે તેમના જે શબ્દોથી મને પ્રોત્સાહન મળ્યું હતું, તે આજે પણ યાદ છે.'
ભરૂચની મુલાકાત સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. મોદીએ કહ્યું કે, બી. કે. બિરલા ઉદ્યોગને મજબૂત બનાવવા માટે તેમણે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. તેમનો કુટુંબ પણ આ માર્ગે જ છે.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer