ગોવા કેબિનેટની પુન:રચના અંગે હજી નિર્ણય લેવાયો નથી પ્રમોદ સાવંત

ગોવા કેબિનેટની પુન:રચના અંગે હજી નિર્ણય લેવાયો નથી પ્રમોદ સાવંત
પણજી, તા.11: કોંગ્રેસના દસ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયાના બીજા દિવસે આજે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યુ હતું કે તેમના મંત્રીમંડળની પુન:રચના અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતું કે આ બારામાં પક્ષની કેન્દ્રિય નેતાગીરી નિર્ણય લેશે. આ દસ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો આજે કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભાજપ પ્રમુખ અમિત શાહને તથા પક્ષના કાર્યકારી પ્રમુખ જેપી નડ્ડાને મળ્યા હતા. ચંદ્રકાન્ત કાવલેકરની આગેવાનીમાં આ ધારાસભ્યો, તેમના આ નિર્ણયની જાણ કરતા પત્ર સાથે સ્પીકર રાજેશ પાટનેકરને સાંજે મળ્યા હતા.
ગોવા ભાજપી સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાવલેકરને કદાચ નાયબ મુખ્યમંત્રીપદ અપાશે.
કોંગ્રેસ કર્ણાટકમાં પોતાની ગઠબંધન સરકાર બચાવવાને મરણિયા પ્રયાસ કરી રહી છે ત્યારે ગોવામાં આ હિલચાલ ચાલી રહી છે.
Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer