વિદેશમાં વસેલા પારસીઓએ ખાલી ફ્લૅટ પરત કરવા પડશે !

મુંબઈ, તા. 12 : અમેરિકા અથવા કૅનેડામાં વસેલા ભાડૂતો શહેરના મુખ્ય વિસ્તારોમાંનાં ચેરિટી એપાર્ટમેન્ટમાં ફ્લૅટો રાખી મૂકી શકે ખરા?
શહેરના સૌથી મોટા ખાનગી ઘરમાલિક પારસી-ઈરાની કોમ 5500થી વધુ ફ્લૅટો પર અંકુશ રાખે છે તે આ પ્રમાણે વિચારતા નથી. આવા કેટલાય પરિવારોને જેઓ પરદેશમાં સ્થળાંતર થયા છે તેઓને ફ્લૅટો ખાલી કરી પરત આપવાની મુંબઈ પારસી પંચાયત દ્વારા નોટિસો મોકલવામાં  આવી છે.
આવી નોટિસો જે તે પારસી રેસિડેન્શિયલ કૉલોનીના આવાં એપાર્ટમેન્ટોના દરવાજા પર ચીટકાવવામાં આવે છે. તેમાં જાણીતા પારસી રહેણાકો કોલાબાના ખુશરેબાગ, ભાયખલાના રૂસ્તમબાગ, પરેલના નવરોઝબાગ અને જરબાગ તથા નાના ચોક ખાતેના નેસ બાગમાં આવેલા છે.
આ પાંચ બાગોમાં બીપીપીએ આવા 54 ફ્લૅટો ઓળખી કાઢ્યા છે અને તેમાંના 40ને ખાલી કરવાની નોટિસ ફટકારી છે. અમે તેઓ સામે કેસ ફાઈલ કરવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ, એમ બીપીપીના ટ્રસ્ટી કેસ્સી રાંદેરિયાએ કહ્યું હતું.
શહેરની અન્ય રહેણાકી કોલોનીને બાગોમાં બીપીપી કોમની કામગીરી બજાવી રહ્યું છે, જેમાં કે 200 ફ્લૅટો ઓળખી કઢાયા છે તેમાં 82ને નોટિસો અપાઈ હોવાનું જાણવા મળે છે.

Published on: Fri, 12 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer