બે ડેવલપર્સને ચાર સપ્તાહમાં રૂા. 4.25 કરોડ જમા કરાવવા તાકીદ

મુંબઈ, તા. 12 : ગોરેગામસ્થિત સિરોયા એફએમ કન્સ્ટ્રક્શન્સના ડિરેક્ટર્સ અને ડેવલોપર્સ ફતેશ મીરચંદાની અને શ્રેણિક સિરોયાને ચાર સપ્તાહમાં રૂા. 4.25 કરોડ ડિપૉઝિટ રૂપે જમા કરાવવા તથા કંપની અસ્કયામતોની ત્રણ સપ્તાહમાં જાહેર કરવા મુંબઈ વડી અદાલતે આદેશ આપ્યો છે.
બ્રિસ્ટોલ સ્થિત ઘર ખરીદનાર સુનીલ આનંદ ડેવલપર્સ વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે તેની સુનાવણી ન્યાયમૂર્તિ કે. આર. શ્રીરામે હાથ ધરી છે, જેમાં વિલે પાર્લાના ઓર્ચિડ્સ બિલ્ડિંગમાંના એપાર્ટમેન્ટમાં રોકેલા રૂા. 4.25 કરોડની રિકવરીનો આ કેસ રહ્યો છે.
આનંદે તેના વકીલ અનિલ શાહ થકી ફરિયાદ ફાઈલ કરી હતી. પોલીસે આઈપીસીની કલમ 409 અને 120 (બી) ઉપરાંત મહારાષ્ટ્ર ઓનરશિપ ફ્લૅટ્સ ઍક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. બંને ડેવલોપર્સે આગોતરા જામીનની અરજી કરી હતી અને વડી અદાલતે જુલાઈ 2018માં તે નકારી કાઢી હતી, પણ આર્થિક ગુના પાંખ (ઈઓડબલ્યુ)એ તેઓની મે 2019 સુધીમાં ધરપકડ કરી નહોતી. તેઓ ઈઓડબલ્યુની કસ્ટડીમાં છે.

Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer