ટ્રાન્સપોર્ટ સરચાર્જનું રિફન્ડ નહીં અપાય

મુંબઈ, તા. 12 : થોડાં વર્ષો પહેલા શહેરમાં વીજ બિલમાં ટ્રાન્સપોર્ટ ડિવિઝને જે 15 ટકા ટ્રાન્સપોર્ટ ડિવિઝન લોસ રિકવરી (ટીડીએલઆઈ) સરચાર્જ વસૂલ્યો હતો તેનું રિફન્ડ નહીં અપાય.
બેસ્ટને આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં રાહત મળી છે અને તેણે આ સરચાર્જ વસૂલ્યો છે તે પરત કરવાની જરૂર નથી. આ દાવો વ્યાજ સાથે રૂા. 3600 કરોડની રકમનો રહ્યો છે. સુપ્રીમ કોર્ટે બેસ્ટને આદેશ આપ્યો હતો કે ભવિષ્યમાં તે આ ટીડીએલઆર વીજ બિલમાં લાદી શકશે નહીં. બેસ્ટ દ્વારા 2016માં આ શહેરમાં ટીડીએલઆર વસૂલવાનું બંધ કરી દીધું હતું. આ બાબત સુપ્રીમ કોર્ટ સમક્ષ ગઈ જેણે પણ બેસ્ટને આ નહીં લાદવા આદેશ આપ્યો હતો.
આમ ટીડીએલઆરનું બંધ થવું તેની ગેરકાયદે વસૂલી થતી હતી. એટલે જ ગ્રાહકો જે રિફન્ડ માટેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તેઓ માટે આ નિરાશાજનક કહી શકાય. જો રિફન્ડ અપાયું હોત તો વીજ વાપરનારાંઓને વીજ બિલમાં 15-20 ટકા બાદ પ્રત્યેક મહિને લગભગ પાંચેક વર્ષ માટે મળતું રહેત.

Published on: Fri, 12 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer