રૂા. 118 કરોડનું નિકાસ કૌભાંડ : ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટની ધરપકડ

મુંબઈ, તા. 12 : રૂા. 118 કરોડના નિકાસ કૌભાંડમાં મદદ કરવા તથા ઉત્તેજન આપવાના આક્ષેપ હેઠળ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડાયરેક્ટરેટ અૉફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ ધરપકડ કરી હતી.
નિતિન મણીયારની આ ધરપકડ ત્રીજી છે. જૂનમાં અધિકારીઓએ રાધા માધવ કોર્પ. લિ.ના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અભિષેક અગરવાલની દમણમાંથી ધરપકડ કરી હતી. તેઓ સામે આયાતમાં મળતા નાણાકીય લાભ મેળવવા સંબંધિત સત્તાવાળાઓ સાથે છેતરપિંડી કર્યાનું કહેવાય છે, પણ નિકાસની જવાબદારીઓ પૂરી કરવામાં તે નિષ્ફળ ગયા હતા.
પછી તેના સલાહકાર રમેશ ચવ્હાણે એકસ્પોર્ટ ઓબ્લિગેશન સર્ટિફિકેટ મેળવવા માટે કંપની પાસેથી રૂા. 9 કરોડ લીધાં હતા તેની ધરપકડ થઈ હતી. ડીઆરઆઈએ તેના ઘરમાંથી રૂા. 6 કરોડ જપ્ત કર્યા હતા.
આરએમસીએલને 2006માં માલસામાનની નિકાસને પ્રોત્સાહન આપવા આઠ લાયસન્સો મળ્યાં હતાં. ડીઆરઆઈના અધિકારીઓના જણાવ્યા મુજબ તેણે કેટલાયે કરોડના માલસામાનની આયાત કરી હતી. જે સામે તેણે રૂા. 135 કરોડ માલસામાનોની નિકાસ કરી હતી. આરએમસીએલને ઇઓડીસી મળ્યું હતું, જેમાં કે તેણે જરૂરી જવાબદારી પૂરી કરી નહોતી અને માત્ર રૂા. 17 કરોડની જ નિકાસ કરી હતી તો રૂા. 118 કરોડ બાકી રહ્યા એમ કહી શકાય.
ડીઆરઆઈએ શોધી કાઢ્યું કે રૂા. 17 કરોડની માત્ર નિકાસ થઈ તો રૂા. 118 કરોડની `ભૂતિયા નિકાસ' રહ્યાનું કહી શકાય, જેનો કસ્ટમ્સમાં રેકોર્ડ નથી. અભિષેકે રેકોર્ડ સુપરત કરવા 10 દિવસની મહેતલ માગી હતી પણ તે તેમ કરી શક્યો નથી. તેણે પછી એડ્વોકેટની (ચવ્હાણ) નિમણૂક કરી જેને તેણે ``બોગસ દસ્તાવેજો'' આપ્યા હતા.
પોતાની ઓળખ - વર્ચસ્વ થકી તે આ તપાસ બંધ કરાવી દઈ શકે છે એમ ચવ્હાણે દાવો કર્યો હતો. ત્યારે હવે અમે આ પૂરાં કૌભાંડની ઊંડાણથી તપાસ કરી અન્ય કોઈ તેમાં સંડોવાયેલા છે કે નહીં તે શોધશું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer