શૅરબજારમાં સાવચેતીભરી શરૂઆત

મુંબઈ, તા. 12 : શૅરબજારમાં આજે સવારે સાવચેતીનો ટોન રહ્યો હતો. એક તો આજે સપ્તાહનું અંતિમ સત્ર છે અને દેશના જૂનના આઈઆઈપી ડેટા તથા ફુગાવાના આંકડા જાહેર થનાર હોઈ તેના પર મીટ રહી. લે-વેચ બન્નેમાં ભારે સાવચેતી જણાતી હતી. આજે સવારે 9.20 વાગે સેન્સેક્ષ 48 પોઈન્ટ્સ તો નિફ્ટી 12 પોઈન્ટ ઊંચો ક્વૉટ થતો હતો તે ભાવાંકો આગળ ઉપર બજાર ચાલતા નફારૂપી વેચવાલીએ દબાયા હતા. એટલે કે 10.01 વાગે બજાર ઢીલું પડતું જણાતું હતું. સેન્સેક્ષ આગલી બંધ સપાટીની તુલનાએ 44 પોઈન્ટ ઘટી 38778ની તો નિફ્ટી 20 પોઈન્ટ દબાઈ 11562ની સપાટીએ ઊતરી ગયો હતો. સનફાર્મા રિલાયન્સ, એનટીસીપી, ટેક મહિન્દ્રના શૅર્સ વધ્યા હતા.

Published on: Fri, 12 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer