આજે અમદાવાદની કોર્ટમાં હાજર થશે રાહુલ

આજે અમદાવાદની કોર્ટમાં હાજર થશે રાહુલ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.12 : બૅંક માનહાનિ કેસમાં આજે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમદાવાદની ઘી કાંટા સ્થિત મેટ્રો કોર્ટમાં હાજર રહેશે. રાહુલ ગાંધીના અમદાવાદ પ્રવાસને લઇને ઍરપોર્ટથી કોર્ટ સુધી ઠેર ઠેર રાહુલ ગાંધીનું સ્વાગત કરાશે. અમદાવાદ ડ્રિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ (એડીસી) બૅન્ક દ્વારા આ કેસ નોંધાવાયો છે.
રાહુલ ગાંધી અને સૂરજેવાલાએ ટ્વીટ કરીને નૉટબંધી વખતે એડીસી બૅંકમાં જૂની ચલણી નોટો બદલાઇ હતી, જેમાં અમિત શાહની મુખ્ય ભૂમિકા હતી તેવો ઉલ્લેખ કર્યો હતો. આ મુદ્દે એડીસી બૅંકે બદનક્ષીનો કેસ કર્યો છે, જેના પગલે રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપવા આવી રહ્યા છે. 
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ ખાતે મોડી સાંજે ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં રાહુલ ગાંધીનું ઍરપોર્ટ ઉપરાંત મીરઝાપુર, ખાનપુર સહિતના સ્થળેએ કૉંગ્રેસના કાર્યકરોએઁ અભિવાદન કરવાનું નક્કી કર્યુ છે. ધારાસભ્યોથી માડીંને પ્રદેશના હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે. મેટ્રો કોર્ટમાં મોટી સંખ્યામાં કૉંગ્રેસી કાર્યકરો ઊમટે તેવી શક્યતા છે.

Published on: Fri, 12 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer