`બબલ પ્લાસ્ટિક''ની શરતી પરવાનગીથી પ્લાસ્ટિક ઉત્પાદકો નારાજ

`બબલ પ્લાસ્ટિક''ની શરતી પરવાનગીથી  પ્લાસ્ટિક ઉત્પાદકો નારાજ
મુંબઈ, તા. 12 : પ્લાસ્ટિક પરના પ્રતિબંધને કારણે મુશ્કેલીમાં મુકાયેલા રાજ્યના પ્લાસ્ટિક ઉત્પાદકો અને વિતરકોએ અમુક સવલતો આપવાની કરેલી માગણી અનુસાર પર્યાવરણ વિભાગે તેમને કેટલીક શરતો સાથે `બબલ પ્લાસ્ટિક' વાપરવા પરવાનગી આપી છે.
આ અંગેનું નોટિફિકેશન જારી કરાયું છે. જો કે, પ્લાસ્ટિક ઉત્પાદકોએ આ શરતો યોગ્ય નહીં હોવાનું જણાવી નારાજગી વ્યક્ત કરી છે.
રાજ્યમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ કરવા `મહારાષ્ટ્ર અવિઘટનશીલ કચરા નિયંત્રણ કાયદા 2006'માં સુધારો કરી 23 માર્ચ, 2018ના નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું, જેમાં પ્લાસ્ટિક અને થર્મોકોલ જેવી અવિઘટનશીલ વસ્તુઓના ઉત્પાદન, વપરાશ, વેચાણ અને ટ્રાન્સપોર્ટેશન પર નિયંત્રણની જોગવાઈ કરવામાં આવી હતી.
તદ્નુસાર ભવિષ્યમાં જરૂરી સુધારા કરવા તેમ જ ત્રુટીનું નિરાકરણ કરવા માટે એક સમિતિની સ્થાપના કરવામાં 
આવી હતી.
બબલ પ્લાસ્ટિક શું છે : ઇલેક્ટ્રોનિક વસ્તુ, મોબાઈલ, ગેઝેટ્સ, કોમ્પ્યુટર તેમ જ ઠંડા પીણાની બોટલ માટે વપરાતા પ્લાસ્ટિકને `બબલ પ્લાસ્ટિક' કહે છે.

Published on: Fri, 12 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer