સ્ટ્રીટ ડાન્સર થ્રી''માં વરુણ ધવન સાથે જોવા મળશે

સ્ટ્રીટ ડાન્સર થ્રી''માં વરુણ ધવન સાથે જોવા મળશે
આંતરરાષ્ટ્રીય ડાન્સ ગ્રુપ 
 
કોરિયોગ્રાફર રેમો ડિસોઝા હાલમાં ભારતની પ્રથમ થ્રીડી ફિલ્મ  `સ્ટ્રીટ ડાન્સર થ્રીડી'નું શૂટિંગ કરી રહ્યો છે જેમાં અભિનેતા વરુણ ધવન અને શ્રદ્ધા કપુર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનાં કલાઈમેકસમાં દુનિયાના વિવિધ ભાગોમાંથી ડાન્સર્સની 10 ટીમો હશે. આ માટે યુકે, જર્મની, નેપાળ અને આફ્રિકાના અનેક ડાન્સ ગ્રુપ મુંબઈ આવી પહોંચ્યા છે. તેના માટે 25 દિવસ સુધી સતત પરર્ફોમન્સ યોજાશે જે આ મહિનાના અંત સુધી ચાલું રહેશે. ઉપરાંત ક્લાઈમેક્સ માટે વરુણ, શ્રદ્ધા, પ્રભુદેવા અને નોરા ફતેહીએ એક મહિના સુધી પ્રેક્ટિસ કરી છે. ફિલ્મનાં વિશાળ થ્રીડી સેટ માટે લાઈવ સ્ટેજ પણ તૈયાર કરાયું છે, જેમાં હજારો પ્રશંસકો તેમના દેશોને સપોર્ટ કરશે. આ ફિલ્મનું નિર્માણ ટી-સિરીઝના ભૂષણ કુમાર અને રેમો ડિસોઝાની પત્ની લીઝલ ડિસોઝા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ વિશે વાત કરતા ભૂષણ કુમારે જણાવ્યું કે મને ખુશી છે કે આ ફિલ્મ  વૈશ્વિક સ્તરે બની છે અને દુનિયાના અનેક ભાગમાંથી કલાકારો તેનો ભાગ બન્યા છે. આ ફિલ્મનો સેટ ભવ્ય છે અને શૂટિંગ સમયસર પૂર્ણ કરવા માટે કલાકારો વરસાદમાં પણ શૂટિંગ અને રીહર્સલ કરી રહ્યા છે.
નોંધનીય છે કે ફિલ્મમાં વરુણ ધવન સાથે અગાઉ કેટરિના કૈફની પસંદગી કરાઇ હતી, પરંતુ પ્રિયંકા ચોપડાએ `ભારત' ફિલ્મ છોડયા બાદ કેટરિનાએ ભારત ફિલ્મ માટે શૂટિંગ શરૂ ર્ક્યું હતું. એટલે પછી તેના સ્થાને શ્રદ્ધાને લેવામાં આવી હતી. `સ્ટ્રીટ ડાન્સર થ્રીડી' ફિલ્મનું શૂટિંગ મુંબઈ ઉપરાંત પંજાબ, દુબઈ અને લંડનમાં થયું છે અને આ તે 2020ની 26 જાન્યુઆરીએ રિલીઝ થશે.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer