પૂજા બત્રા-નવાબ શાહ લગ્નબંધનમાં જોડાયાં

પૂજા બત્રા-નવાબ શાહ લગ્નબંધનમાં જોડાયાં
ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ અને બોલીવૂડ અભિનેત્રી પૂજા બત્રા તેના બોયફ્રેન્ડ અભિનેતા નવાબ શાહ સાથે લગ્નનાં બંધનમાં જોડાઈ છે. તેણે ગત મે મહિનામાં નવાબ સાથે જમ્મુ-કાશ્મીરમાં લગ્ન કરી લીધા છે. લગ્ન બાદ પૂજાએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર ર્ક્યો છે જેમાં તેના હાથમાં લાલ ચુડો જોવા મળે છે. જોકે હજુ સુધી પૂજા અને નવાબનાં લગ્નનું રજિસ્ટ્રેશન નથી થયું.
આ ઉપરાંત થોડા દિવસ પહેલા શાહે પણ પૂજા સાથેનો ફોટો શેર ર્ક્યો હતો જેની નીચે તેણે લખ્યું હતું કે 46 વર્ષ પછી મારું મન તૈયાર થયું છે અને મને મારી જીવનસાથી મળી ગઈ છે. નોંધનીય છે કે પૂજાએ 2003માં અમેરિકામાં સર્જન ડૉક્ટર સોનુ અદલૂવાલિયા સાથે લગ્ન ર્ક્યા હતા, પરંતુ નવ વર્ષ બાદ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા વિશે વાત કરતા પૂજાએ જણાવ્યું હતું કે આ નવ વર્ષ મારા જીવનનાં સૌથી ખરાબ વર્ષો રહ્યા હતા. હું તે લગ્નમાં અસહ્ય એકલતા અને મુશ્કેલી અનુભવી રહી હતી જેથી મેં છૂટાછેડા લેવાનું નક્કી ર્ક્યું હતું, પરંતુ હવે મને મારો સાચો પ્રેમ નવાબ શાહના રૂપમાં મળ્યો છે, જેને હું દરરોજ વધુને વધુ પ્રેમ કરી રહી છું.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer