પ્રિયંકા સાથે ઍકશન ફિલ્મ કરવા માગતી પરિણીતી ચોપરા

પ્રિયંકા સાથે ઍકશન ફિલ્મ કરવા માગતી પરિણીતી ચોપરા
બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા પિતરાઈ બેહનો છે અને તેમની વચ્ચે ફ્રેન્ડસ જેવા સંબંધો છે. બંને બેનો અભિનય ક્ષેત્રમાં હોવાથી તેમને રૂપેરી પરદે એકસાથે જોવા ચાહકો આતુર છે. તાજેતરમાં પરિણીતીને પૂછવામાં આવ્યું કે તે તેની બેન પ્રિયંકા સાથે ક્યા પ્રકારની ફિલ્મ કરવા માગે છે ત્યારે તેણે જણાવ્યું હતું કે તે પ્રિયંકા સાથે કોઈ એકશન ફિલ્મ કરવા માગે છે.
પરિણીતી ચોપડાએ આ પ્રશ્નના જવાબમાં પ્રિયંકાને ઉદ્દેશીને કહ્યું હતું કે મને લાગે છે કે અમારે બે હિરોઈનવાળી એકશન ફિલ્મમાં કામ કરવું જોઈએ, જમાં અમે બન્ને ગીત પણ ગાઈ શકીએ. આ વિશે અમારી વચ્ચે અગાઉ ચર્ચા પણ થઈ છે. જો ક્રીપ્ટ સારી હોય તો અમે સાથે કામ કરવા તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે પરિણીતી અને પ્રિયંકા એકબીજા સાથેના ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે.
Published on: Sat, 13 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer