સમીરા રેડ્ડીને ઘરે દીકરીનું આગમન

સમીરા રેડ્ડીને ઘરે દીકરીનું આગમન
બોલીવૂડમાં રેસ, ટેક્સી નં. 9211 જેવી ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રી સમીરા રેડ્ડીએ શુક્રવારે પુત્રીને જન્મ આપ્યો હતો. આ અગાઉ તે 2015માં પુત્ર હંસની માતા બની હતી. સમીરાએ એક દિવસ પહેલાં જ પોતાની ગર્ભસ્થ તસવીર શેર કરી લખ્યું હતું `આપણે જલ્દી જ મળવાના છીએ.' દીકરીના જન્મ બાદ તેણે દીકરીનો હાથ પકડેલો એક ફોટો સોશિયલ મીડિયામાં શેર ર્ક્યો હતો અને લખ્યું હતું કે મારે ત્યાં નાનકડી દેવદૂતનો જન્મ થયો છે. પ્રેમ અને પ્રાર્થના માટે આપ સૌનો આભાર.
ઉલ્લેખનીય છે કે 2014માં સમીરાએ બિઝનેસમેન અક્ષય વર્દે સાથે લગ્ન ર્ક્યા હતા. અક્ષય અને સમીરાની મુલાકાત એક એડ શૂટ દરમિયાન થઈ હતી અને એકબીજા સાથે બે વર્ષ સુધી રહ્યા બાદ તેમણે લગ્ન ર્ક્યા હતા. સમીરાએ થોડા દિવસ પહેલાં જ અંડર વોટર ફોટોશૂટ કરાવ્યું હતું જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું હતું અને તેના કારણે તે ચર્ચામાં પણ રહી હતી.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer