કાલે લૉર્ડસ પર નવો ક્રિકેટ કિંગ કોણ બનશે ?

કાલે લૉર્ડસ પર નવો ક્રિકેટ કિંગ કોણ બનશે ?
ઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડ બન્ને પાસે પહેલીવાર વિશ્વ વિજેતા બનવાની તક

નવી દિલ્હી, તા.12: યજમાન ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે કારમી હાર આપીને આઇસીસી વિશ્વ કપ-2019ના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યાં તેની ટક્કર રવિવારે ન્યુઝીલેન્ડ સામે થવાની છે. આ મેચ ઐતિહાસિક લોર્ડસના મેદાન પર રમાશે અને આ સાથે ક્રિકેટની દુનિયાને નવો વર્લ્ડ ચેમ્પિયન દેશ પણ મળી જશે. કારણ કે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમ પાછલા 11 વિશ્વ કપમાં કયારેય ચેમ્પિયન બની શકી નથી.
ઇંગ્લેન્ડની ટીમે આ પહેલા ત્રણ વખત ફાઇનલ રમી છે, પણ જીત મળી નથી. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ સતત બીજા વિશ્વ કપમાં ફાઇનલમાં પહોંચી છે. 201પના ફાઇનલમાં તેની ઓસ્ટ્રેલિયા સામે હાર થઇ હતી. આથી કિવિ ટીમ પાસે પણ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક રહેશે. રવિવારે આઇસીસી વર્લ્ડ કપ ટ્રોફી કબજે કરવા બન્ને ટીમ વચ્ચે રોમાંચક ફાઇનલની આશા રાખવામાં આવી રહી છે.
ઇંગ્લેન્ડની ટીમ સેમિ ફાઇનલ પૂર્વેના નોકઆઉટ સમાન મેચમાં જે તેનો આખરી લીગ મેચ હતો તેમાં ન્યુઝીલેન્ડને આસાનીથી હાર આપવામાં સફળ રહી હતી. આ ઉપરાંત વર્લ્ડ કપમાં ઓવરઓલ ઇંગ્લેન્ડનું આક્રમક પ્રદર્શન જોતા તે ફાઇનલમાં ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. બીજી તરફ ડાર્કહોર્સ ન્યુઝીલેન્ડની ટીમ સેમિમાં ભારતને આંચકો આપી ફાઇનલમાં પહોંચી છે. તે અહીં પણ અપસેટ કરી શકે છે.
Published on: Sat, 13 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer