વલસાડની હેતલ પઢિયારે 73.15 કલાકમાં સાઈક્લિંગ સ્પર્ધા પૂર્ણ કરી

વલસાડની હેતલ પઢિયારે 73.15 કલાકમાં સાઈક્લિંગ સ્પર્ધા પૂર્ણ કરી
વલસાડ, તા. 12 : વલસાડની હેતલ પઢિયારે સુરતથી આબુરોડ સુધી યોજાયેલી સાઈક્લિંગ સ્પર્ધા 73.15 કલાકમાં પૂર્ણ કરી શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. પેરીસ સાથે સંકળાયેલી ઓડેક્સ ઇન્ડિયા દ્વારા સુરતથી આબુરોડ સુધીની સાઈક્લિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. 75 કલાકમાં સ્પર્ધા પૂર્ણ કરવાની હતી. હેતલ દિગરાજસિંહ પઢિયારે 1018 કિલોમીટરનું અંતર 73.15 કલાકમાં પૂર્ણ કર્યુ હતું. જેમાં 21 સાહસિકોએ ભાગ લીધો હતો. હેતલ સાથેનાં અન્ય છ સ્પર્ધકોએ નિયત સમય મર્યાદામાં આ રેસ પૂર્ણ કરી હતી. 
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer