અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરનાર રોયને મૅચ ફીનો 30 ટકાનો દંડ

અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરનાર રોયને મૅચ ફીનો 30 ટકાનો દંડ
બર્મિંગહામ તા.12: અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવા સબબ ઇંગ્લેન્ડના સ્ટાર બેટસમેન જેસન રોય પર મેચ રેફરીએ મેચ ફીનો 30 ટકા દંડ ફટકાર્યોં છે. ગઇકાલે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ કપનો બીજો સેમિ ફાઇનલ મેચ રમાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ આપેલા 224 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાને પડેલી ઇંગ્લેન્ડની ઇનિંગની 19મી ઓવરમાં જેસન રોયને વિકેટકીપર એલેકસ કેરીના હાથે કેચ આઉટ શ્રીલંકાના અમ્પાયર કુમાર ધર્મસેનાએ આપ્યો હતો. અસલમાં રોયના બેટને બોલ ટચ થયો ન હતો. ઇંગ્લેન્ડ પાસે રિવ્યૂ ન હતો. આથી રોયને પેવેલિયનમાં જવા સિવાય છૂટકો ન હતો. આ દરમિયાન તેણે ધર્મસેના સાથે ઉગ્ર ચર્ચા કરી હતી અને તેમના નિર્ણયનો વિરોધ કર્યોં હતો. આથી રોય પર મેચ ફીનો 30 ટકા દંડ થયો છે. રોય આતશી 85 રન કર્યાં હતા.
Published on: Sat, 13 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer