સેરેનાની નજર રેકર્ડ 24મા ગ્રાંડ સ્લેમ ટાઇટલ પર

સેરેનાની નજર રેકર્ડ 24મા ગ્રાંડ સ્લેમ ટાઇટલ પર
આજે સિમોના હાલેપ સામે વિમ્બલ્ડનની ફાઇનલ મૅચ

લંડન, તા.12: બે પૂર્વ નંબર વન ખેલાડી અમેરિકાની સેરેના વિલિયમ્સ અને રોમાનિયાની સિમોના હાલેપ વચ્ચે વર્ષની ત્રીજી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનનો મહિલા સિંગલ્સનો ફાઇનલ મેચ શનિવારે રમાશે. સેરેના 11મી વખત વિમ્બલ્ડનના ફાઇનલમાં પહોંચી છે. તેણીએ સેમિમાં ઝેક ગણરાજયની ખેલાડી બારબોરા સ્ટ્રાઇકોવાને પ9 મિનિટમાં 6-1 અને 6-2થી હાર આપી હતી. જ્યારે હાલેપ અહીં પહેલીવાર ફાઇનલ રમશે. તેના નામે એક ગ્રાંડસ્લેમ છે. જે તેણે ગયા વર્ષે ફ્રેંચ ઓપનના રૂપમાં જીત્યો હતો. હાલેપે સેમિમાં સ્વિતોલિનાને 6-1 અને 6-3થી હાર આપી હતી. 
ફાઇનલમાં અમેરિકી દિગ્ગજ સેરેના વિલિયમ્સની નજર મારગ્રેટ કોર્ટના 24 ગ્રાંડસ્લેમ ખિતાબના રેકોર્ડની બરાબરી કરવા પર રહેશે. સેરેના અત્યાર સુધીમાં 23 ગ્રાંડસ્લેમ ટાઇટલ જીતી ચૂકી છે. 37 વર્ષીય સેરેના માતા બન્યા બાદ તેને ટેનિસ કેરિયરના આખરી પડાવ પર છે. સેરેનાનો હાલેપ પર કેરિયર રેકોર્ડ 9-1નો છે. 27 વર્ષીય હાલેપનો આ પાંચમો ગ્રાંડસ્લેમ ફાઇનલ રહેશે. તેની નજર પહેલીવાર વિમ્બલ્ડનમાં ચેમ્પિયન બનવા પર રહેશે.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer