90 વર્ષમાં પહેલીવાર લક્ષ્મણ ઝૂલા મુલાકાતીઓ માટે બંધ

ઋષિકેશ, તા.12: બ્રિટિશકાળમાં બનેલા અને ઉત્તરાખંડનાં આકર્ષણ લક્ષ્મણ ઝૂલા પૂલને હંગામી ધોરણે પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. 90 વર્ષમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યારે આ પૂલને મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો હોય. 
કહેવાય છે કે આ બ્રિજની મજબૂતાઈ નબળી પડી છે અને તેની ખરાબ હાલતને ધ્યાને રાખતા કોઈ દુર્ઘટના ઘટતી અટકે તે પહેલા સાવચેતીનાં ભાગરૂપે પ્રશાસને તેનાં ઉપર લોકોની અવરજવર અટકાવી દીધી છે.
પીડબલ્યુડીની એક નિષ્ણાત ટીમ દ્વારા તેની વહનક્ષમતાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેનાં સૂચન અનુરૂપ પૂલ બંધ કરવામાં આવ્યો છે. જેથી કરીને સમયસર તેનું સમારકામ અને મજબૂતીકરણ હાથ ધરી શકાય.

Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer