ગુરુ નાનક જયંતીના નગર કીર્તનમાં પાક પીએમને આમંત્રણ

પંજાબ પ્રાંતના ગવર્નર, મુખ્ય પ્રધાનને પણ શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ બોલાવ્યા

અમૃતસર, તા. 12 :ગુરુનાનક દેવના 550મા પ્રકાશોત્સવના અવસરે આયોજીત નગર કિર્તનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાંતના ગવર્નર અને મુખ્યમંત્રીને પણ સમારોહમાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવ્યા છે. શુક્રવારે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ જીએસ લોંગોવાલે આમંત્રણ અંગેની જાણકારી જારી કરી હતી. 
લોંગોવાલે કહ્યું હતું કે,ગુરૂનાનક દેવના 550મા પ્રકાશોત્સવના અવસરે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ગુરૂદ્વારા નનકાના સાહિબથી શરૂ થનારા નગર કિર્તન માટે આમંત્રણ આપ્યું છે. તેમજ પાકિસ્તાના પંજાબ પ્રાંતના  ગવર્નર ચૌધરી મોહમ્મદ સરવર અને મુખ્યમંત્રી સરદાર ઉસ્માન અહેમદ ખાન બુજદારને પણ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા છે. લોંગોવાલે એસજીપીસી તરફથી નગર કિર્તન સંબંધિત વીઝા પ્રક્રિયાની પહેલી યાદી પાકિસ્તાન સરકારને મોકલી દીધી છે. તેમણે કહ્યું હતું કે, નગર કિર્તનની તૈયારી જોરશોરથી ચાલી રહી છે અને તેના માટે પાકિસ્તાનના પ્રમુખ ચહેરાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Published on: Sat, 13 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer