મેનહોલમાં ગરક થઈ ગયેલા બાળકનો હજુ પત્તો નથી મળ્યો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મલાડ (પૂર્વ)માં ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પર ઇટાલિયન કંપની પાસે આંબેડકર ચોક પાસે ખુલ્લી ગટરમાં બુધવારે રાત્રે પડી ગયેલા ત્રણ વર્ષના દિવ્યાંશની શોધ હજી ચાલુ છે. પોલીસ અને મુંબઈ પાલિકા વહીવટીતંત્ર પોતાના ઉપર દબાણ લાવતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ દિવ્યાંશના પિતાએ કર્યો છે.
મુંબઈ પાલિકાની બેદરકારીને કારણે આ બાળકનો જાવ ગયો હોવાની ચર્ચા છે. મેયર વિશ્વનાથ મહાડેશ્વરએ આ દુર્ઘટના માટે નાગરિકો જ જવાબદાર હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું છે કે ગટરનું ઢાંકણુ નાગરિકોએ કાઢી નાંખ્યું છે. તેના કારણે આ મુદ્દે વિવાદ ઊભો થયો છે.
દિવ્યાંશ જે ગટરમાં પડી ગયો તે ત્રણથી ચાર ફૂટ ઊંડી હતી. તેમાં વરસાદને કારણે પાણીનો પ્રવાહ વેગથી વહેતો હતો. આ ગટર ઉપર બે વર્ષથી ઢાંકણ નહીં હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક નાગરિકોએ તે વિશે ફરિયાદો કરી હોવા છતાં તેની નોંધ લેવામાં આવી નથી. તેના કારણે પણ નાગરિકોમાં સંતાપ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
દિવ્યાંશ બુધવારે રાત્રે 10.25 વાગ્યાના સુમારે ઘરની બહાર નીકળ્યો ત્યારે તે ખુલ્લી ગટરમાં પડી ગયો હોવાનું મસ્જિદની બહાર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોવા મળ્યું હતું. ત્યાર પછી પોલીસ અગ્નિશમનદળ અને પાલિકાને દિવ્યાંશ ગુમ થવાની જાણ કરવામાં હતી.
Published on: Sat, 13 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer