રેલવે સ્ટેશનોએ પરવાના વિના બાટલીબંધ

રેલવે સ્ટેશનોએ પરવાના વિના બાટલીબંધ
પાણીના વિક્રેતાઓ પર દરોડા : 800 જણની અટક

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : બાટલીબંધ પાણી વેચવા માટે લાઇસંસ નહીં ધરાવતા વિક્રેતાઓ સામે રેલવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
દેશભરમાં રેલવે સ્ટેશનોએ ખુલ્લેઆમ ગેરકાયદે બાટલીબંધ પાણીનો વેપાર થઈ રહ્યો છે. મુંબઈમાં 22 જણની આરપીએફ દ્વારા અટક કરવામાં આવી છે.
ખિસ્સા ભરવા માટે પીવાનાં પાણીનો ગેરવ્યવહાર કરનારા શખસો પર અંકુશ મૂકવા આરપીએફએ દેશભરમાં સર્વે રેલવે સ્ટેશનોએ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશને ``ઓપરેશન થર્સ્ટ'' ઘાયફાશિંજ્ઞક્ષ વિંશતાિં નામ આપવામાં આવ્યું છે. જે હેઠળ પરવાના નહીં ધરાવતા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કેટલાંક ઠેકાણે જૂની બોટલોમાં પાણી ભરીને સીલ કર્યા બાદ વેચવામાં આવતી હોવાની ફરિયાદો મળી હતી. આરપીએફએ વિવિધ ટુકડીઓ બનાવીને રેલવે સ્ટેશનો પર થતો આ ગેરકાયદે વેપાર બંધ કરવા દરોડા પાડયા હતા. પાણીની ગુણવત્તા તપાસવા તેના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
દેશભરમાં 800 જણની અટક કરવામાં આવી છે અને 732 કેસ નોંધવામાં આવ્યા છે. અટક કરાયેલા આરોપીઓ પાસેથી 48,860 ગેરકાયદે પાણીની બાટલીઓ પણ મળી આવી હતી.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer