તુલસી તળાવ ગમે ત્યારે છલકાશે

તુલસી તળાવ ગમે ત્યારે છલકાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મુંબઈગરાઓ માટે આનંદના સમાચાર છે. મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાંથી તુલસી ભરાઈ ગયું છે. તુલસી જળાશયમાં 97.20 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. માત્ર છ ઈંચ પાણીની આવક થશે તો એ છલકાઈ જાય એમ છે. ગયાં ચોમાસામાં તુલસી જળાશય 9 જુલાઈનાં છલકાયું હતું. શહેરને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં તુલસી તળાવ સૌથી નાનું છે. અત્યારે આ સાતેય જળાશયોમાં 37 ટકા પાણીની આવક થઈ છે. જો સરખો વરસાદ પડયો તો તુલસી એક-બે દિવસમાં છલકાઈ શકે છે. તુલસીની ક્ષમતા 139.17 મીટરની છે અને શુક્રવારે સવારે એમા 137.10 મીટર સુધી પાણી ભરાયાં હતાં.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer