દિનેશ ત્રિવેદીએ પશ્ચિમ બંગાળના એચઆરબીસીનું ચૅરમૅનપદ ઠુકરાવ્યું

દિનેશ ત્રિવેદીએ પશ્ચિમ બંગાળના એચઆરબીસીનું ચૅરમૅનપદ ઠુકરાવ્યું
કોલકાતા, તા. 12 : તૃણમૂલ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિનેશ ત્રિવેદીએ પશ્ચિમ બંગાળ સરકારને પત્ર પાઠવીને જણાવ્યું છે કે તેઓ રાજ્યના પરિવહન વિભાગ હેઠળ આવતા હુગલી રિવર બ્રિજ કમિશ્નર્સ (એચઆરબીસી)ના ચૅરમૅનનો હોદ્દો સ્વીકારી શકે તેમ નથી.
પોતાની આ નવી જવાબદારી સ્વીકારવાની પોતાની અસમર્થતા માટે તેમણે કામના બોજ અને અગાઉનાં કાર્યો પૂરાં કરવાનું કારણ આગળ ધર્યું છે.
25 મેના પક્ષની કોર કમિટીની બેઠક બાદ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસનાં વડા મમતા બેનરજીએ એચઆરબીસીના ચૅરમૅનપદે ત્રિવેદીની નિમણૂક કરી હતી અને એને અનુસરીને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને આ સંસ્થાના ચૅરમૅનપદે હજી પણ સત્તાવાર પોર્ટલ પર ત્રિવેદીનું નામ દેખાય છે.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer