કર્ણાટકમાં સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ સ્પીકર

કર્ણાટકમાં સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ સ્પીકર
વિધાનસભાના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના આદેશનો અનાદર કરશે?

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી/ બેંગલોર, તા. 12 : કર્ણાટકની ગઠબંધન સરકારે સત્તા બચાવવા નવો દાવ ખેલ્યો છે. આજે મુખ્ય પ્રધાન એચ.ડી. કુમાર સ્વામીએ વિધાનસભામાં કહ્યું હતું કે હું વિશ્વાસનો મત લેવા તૈયાર છું અને મેં સ્પીકર કે. આર. રમેશ કુમારને આ માટે સમય નિર્ધારિત કરવા જણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે બળવાખોર વિધાનસભ્યોના કેસની સુનાવણી 16 જુલાઈ પર મોકૂફ રાખી ત્યાર બાદ મુખ્ય પ્રધાને આ જાહેરાત કરી છે. સર્વોચ્ચ અદાલતે સ્પીકરને બળવાખોર સભ્યોનાં રાજીનામાં કે ગેરલાયક ઠરાવવા અંગે નિર્ણય લેવા પર મનાઈ ફરમાવી છે.
ગઠબંધન સરકારની ચાલ એવી છે કે વિશ્વાસનો મત લેવો અને બળવાખોર સભ્યો હાજર ન રહે અથવા તો વિરુદ્ધમાં મતદાન કરે તો તેમને ડિસ્કવૉલિફાય કરવા ગઠબંધન સરકારની બીજી ચાલ એવી છે કે મુંબઈમાં રહેલા વળવાખોર વિધાનસભ્યો અંગે કોર્ટમાં હેબિઍસ‰ કૉર્પસ નોંધાવી આ સાથે અદાલતને વિનંતી કરવી કે આ ગેરકાયદે ગોંધી રાખવાનો કેસ હોવાથી વિધાનસભ્યોને વિધાનસભામાં હાજરી આપવા સૂચના અપાય.
સુપ્રીમે મંગળવાર સુધી યથાસ્થિતિ જાળવી રાખવા નિર્દેશ આપતાં સીધો અર્થ એ થાય છે કે, સ્પીકર ત્યાં સુધી ધારાસભ્યોને અયોગ્ય પણ નહીં ઠરાવી શકે.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વળપણવાળી ખંડપીઠ સમક્ષ વિદ્રોહી ધારાસભ્યોના વકીલ મુકુલ રોહતગીએ સ્પીકર રમેશકુમાર પર ઈરાદાપૂર્વક રાજીનામાં અંગે ફેંસલામાં વિલંબનો આરોપ મૂક્યો હતો.
Published on: Sat, 13 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer