અૉલિમ્પિક 2020માં પણ ગોલ્ડ મેડલ જીતવા ઊતરશે હિમા કૉચ

અૉલિમ્પિક 2020માં પણ ગોલ્ડ મેડલ જીતવા ઊતરશે હિમા કૉચ
નવી દિલ્હી, તા. 21 : ઢિંગ એક્સપ્રેસ નામે પ્રખ્યાત ભારતીય સ્ટાર એથલિટ હિમા દાસે પોતાના ગોલ્ડ અભિયાનમાં ધૂમ મચાવી છે. હિમા દાસે એક મહિનામાં પાંચ ગોલ્ડ મેડલ પોતાનાં નામે કર્યા છે. શનિવારે ચેક રિપબ્લિકમાં જારી ઇન્ટરનેશલ ઇવેન્ટની 400 મિટર દોડમાં હિમાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ દોડ માટે હિમાએ 52.09 સેકન્ડનો સમય લીધો હતો. શાનદાર પ્રદર્શન બાદ હિમાના કોચ નિપૂણ દાસે કહ્યું હતું કે, હિમા પોતાનાં પ્રદર્શનને ટોકિયો ઓલિમ્પિકમાં પણ જારી રાખશે.
Published on: Mon, 22 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer