નાળાંની સફાઈ માટે જન્મ્યા નથી !

ફરી પ્રજ્ઞાનું વિવાદી બયાન

ભોપાલના ભાજપ સાંસદનાં વાંધાજનક નિવેદનોમાં ઉમેરો

સીહોર, તા. 21 : પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ફરી એક વાર વિવાદિત બયાન આપ્યું છે. આ વખતે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને લઈને અણછાજતી વાત કરી છે. મધ્યપ્રદેશના સીહોરમાં સફાઈ કરાવવા અંગેના એક સવાલના જવાબમાં પ્રજ્ઞાએ કહી દીધું કે અમે નાળા અને શૌચાલયની સફાઈ કરાવવા માટે જન્મ્યા નથી !
ઉલ્લેખનીય છે કે, પ્રજ્ઞાએ અગાઉ મુંબઈ હુમલાના શહીદ હેમંત કરકરેને લઈને અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમણે એવું વાંધાજનક નિવેદન કર્યું હતું કે મેં કરકરેને શ્રાપ આપ્યો હતો અને તેના એક મહિના બાદ જ આતંકવાદીઓની ગોળીથી તેનું મોત થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નારાજી વ્યક્ત કરી હતી. જો કે, પ્રજ્ઞા વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નહોતી.

Published on: Mon, 22 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer