પોલીસ મીટમાં અૉવરઓલ પરફોર્મન્સમાં મહારાષ્ટ્ર પોલીસ ચૅમ્પિયન જાહેર થઈ

મુંબઈ, તા. 21 (પીટીઆઇ) : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊમાં યોજાયેલી 62મી અૉલ ઇન્ડિયા પોલીસ ડયૂટી મીટની અૉવરઓલ પરફોર્મન્સ ચૅમ્પિયનશિપમાં પહેલીવાર મહારાષ્ટ્ર પોલીસ ચૅમ્પિયન જાહેર થયાનું એક વરિષ્ઠ અધિકારીએ આજે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર સીઆઇડીના અતિરિક્ત ડિરેક્ટર જનરલ અતુલચંદ્ર કુલકર્ણીએ જણાવ્યું હતું કે દેશનાં 30 રાજ્યોના પોલીસ યુનિટ્સ અને કેન્દ્રીય સુરક્ષા દળોના મળી કુલ 1250 જવાનો આ સ્પર્ધામાં હતા. મહારાષ્ટ્ર પોલીસના 40 જવાનો આ મીટમાં હાજર હતા. મહારાષ્ટ્રના જવાનોને પાંચ સુવર્ણ, ત્રણ રજત અને ચાર કાંસ્ય ચંદ્રકો તેમ જ જનરલ ચૅમ્પિયનશિપનો ખિતાબ મળ્યો હતો.
Published on: Mon, 22 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer