વૈશ્વિક સોનામાં સાંકડી વધઘટે મજબૂતી

વૈશ્વિક સોનામાં સાંકડી વધઘટે મજબૂતી
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 22 : સોના-ચાંદીના ભાવ વૈશ્વિક બજારમાં મક્કમ હતા. મધ્યપૂર્વમાં ચિંતાનું વાતાવરણ તથા નાણાબજારોમાં મંદીના માહોલને લીધે સોનાની સલામત રોકાણ માટે ખરીદી નીકળવાથી ઇન્ટ્રા ડેમાં 1430 ડૉલર થઇને બાદમાં 1425 રનીંગ હતુ. ગત શુક્રવારે સોનાનો ભાવ 1452 ડૉલરની મે 2013 પછીની સપાટીએ પહોંચ્યો હતો.જોકે, એ પછી સોનું ગબડી ગયું હતુ.
સોમવારે રાજકોટની બજારમાં 24 કેરેટ શુદ્ધતા ધરાવતું સોનું 10 ગ્રામ દીઠ રૂા. 34,750ના સ્તરે મક્કમ હતું. મુંબઇમાં રૂા. 137ના ઘટાડે રૂા. 35,061 હતું. ચાંદી ન્યૂ યોર્કમાં 16.29 ડૉલર હતી. સ્થાનિકમાં એક કિલોએ રૂા. 100 વધીને રૂા. 40,100 અને મુંબઇમાં રૂા. 210 વધી રૂા. 40,795 હતી.
વિશ્લેષકોનું માનવું છેકે, ફેડ આવતા સપ્તાહમાં મળનારી બેઠકમાં વ્યાજદરમાં મોટો ઘટાડો નહીં કરે એ ગણતરીએ તેજી આડે વિક્ષેપ આવી રહ્યો છે. છતાં સોનામાં લાંબાગાળે તેજીનું માનસ રહેશે. ડૉલરના ભાવિ અંગે અનિશ્ચિત માહોલ, ટ્રેડવોર અને ભૂરાજકિય ચિંતાને કારણે સોનું ઘટે તેવી શક્યતા નહીવત્ છે. ચાર્ટીસ્ટોના મતે સોનાનો ભાવ 1439 ડૉલરની પ્રતિકારક સપાટી ધરાવે છે. એ વટાવાય તો તેજી આગળ ધપશે. 1421 ટેકારૂપ સ્તર છે.

Published on: Tue, 23 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer