ખતરોં કે ખિલાડીમાં પોતાની મર્યાદાઓને પડકારશે કરણ પટેલ

ખતરોં કે ખિલાડીમાં પોતાની મર્યાદાઓને પડકારશે કરણ પટેલ
છેલ્લા છ વર્ષથી એક પારિવારિક ટીવી સિરિયલમાં મુખ્ યનાયકનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલા અભિનેતા કરણ પટેલે હવે એખ ટીવી રિયાલિટી શોમાં ભાગ લેવા આ સિરિયલને અલવિદા કરી દીધી છે. જો કે આનાથી તેના ચાહકો થોડા નારા જથયા છે પરંતુ કરણે કહ્યું કે, હું છેલ્લા થોડા સમયથી મારી શારીરિક છને માનસિક મર્યાદાઓને પડકારવા માટે ખતરોં કે ખિલાડી શોમાં બાગ લેવાનું વિચારતો હતો. આ શોમાં બાગ લેવા અગાઉ શારીરિક અને માનસિક સુસજ્જતા કેળવવી જરૂરી છે. આ વર્ષે મેં જરૂરી તૈયારી કરી લીધી અને તેમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો. ભૂતકાળમાં પણ મને આ શો ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ અન્ય કમિટમેન્ટને લીધે હું તે ઓફર સ્વીકારી શકયો નહોતો. હું જયારે અન્યોને આ શોમાં સ્ટંટ કતો જોતો ત્યારે મને કંઇક ગુમાવ્યાની અનુભૂતિ થતી. છેવટે હવે હું ખતરોં કે ખિલાડીમાં ભાગ લેવા બલ્ગેરિયા જઇ રહ્યું છે. 
કરણે કબુલ્યું હતું કે, તેને આઉટડોર રમતો અને ખાસ કરીને વૉટર સ્પોર્ટ્સ ગમે છે. આ ર્સો જ બન્જી જમેપિંગ કે સ્કાયડાઇવિંગ ન કર્યાનું  પણ જણાવ્યું હતું. છતાં હવે તે પોતાની શારીરિક અને માનસિક મર્યાદાઓને પડકારી કંઇક નવું કરશે અને શીખશે. પોતાના વિયક્તિત્વ વિશએ વાત કરતા અભિનેતાએ ઉમેર્યું હતું કે, હું મૂડી અને ઉતાવળો છું. આ અગાઉ મેં ડાન્સ આધારિત રિયાલિટી શો કર્યો હતો અને હવે જીવનમાં રોમાંચનો ઉમેરો કરવા આ શો પસંદ કર્યો છે. જો કે, છ સપ્તાહ સુધી ઘરથી દૂર રહેવું થોડું મુશ્કેલ થશે. મારી પત્ની અને ખાસ તો મારા કૂતરો ખૂબ યાદ આવશે. મારે તેની સાથે વિડિયો ચેટ્સ કરવી પડશે. 

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer