થેલેસેમિક અને કૅન્સરના દરદીઓ માટે ભંડોળ ઊભું કરવા ખઝાના-ગઝલ મહોત્સવ

થેલેસેમિક અને કૅન્સરના દરદીઓ માટે ભંડોળ ઊભું કરવા ખઝાના-ગઝલ મહોત્સવ
ધ કૅન્સર પેશન્ટ્સ એઇડ ઍસોસિયેશન (સીપીએએ), ધ પેરન્ટ્સ ઍસોસિયેશન થેલેસેમિક યુનિટ ટ્રસ્ટ અને ધ ઓબેરોય, મુંબઈ કૅન્સર અને થેલેસેમિકના દરદીઓ અને બાળદરદીઓ માટે ભંડોળ ઊભું કરવા 26 અને 27 જુલાઈએ ધ રીગલ રૂમ, ટ્રાઈડેન્ટ નરીમાન પૉઇન્ટ ખાતે સાંજે 7.30 વાગ્યે ખઝાના ગઝલ મહોત્સવનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ભારતના ટોચના ગઝલગાયકો કળા પ્રસ્તુતિ કરશે.
ખઝાના ગઝલોના મહોત્સવને આ વખતે 18 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. ગઝલ કલાકારો માટે પોતાની પ્રતિભા દર્શાવવા માટેના મંચ તરીકે તેનો આરંભ થયો હતો. પંકજ ઉધાસે 18 વર્ષ પૂર્વે અમને આ અજોડ સંકલ્પના માટે ભાગીદારી અૉફર કરી ત્યારે મુંબઇ શહેરના કલાકારોની મદદથી ભંડોળ ઊભું કરવા માટે વર્ષો પૂર્વે અમે હાથ ધરેલા પ્રયાસ માટે આ મંચ અત્યંત અનુકૂળ જણાયું. ટાટા મેમોરિયલ હૉસ્પિટલ માટે ભંડોળ ઊભું કરતી ટેરી ફોકસ રન હોય કે ઊભરતા કલાકારોને ટેકો અને પ્રોત્સાહન આપવા માટે ધ ઓબેરોય આર્ટ કેમ્પ હોય, અમે હંમેશાં શહેરનું પૂર્વસક્રિય નાગરિકત્વ જાળવી રાખ્યું છે અને ટેકો આપવા તત્પર રહ્યા છીએ, એમ ઓબેરોય હોટેલ્સ ઍન્ડ રિસોર્ટસ, મુંબઈના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ દેવેન્દ્ર વર્માએ જણાવ્યું હતું.
પંકજ ઉધાસે કહ્યું કે, આ વર્ષની ખઝાના ગઝલ મહોત્સવની થીમ મહેબૂબ-પવિત્ર પ્રેમ રાખવામાં આવી છે. હું આ નિમિત્તે હૃદયપૂર્વક ટેકો આપનાર બધા કલાકારો, પ્રાયોજકો અને દર્શકોનો આભારી છું. મને આશા અને વિશ્વાસ છે કે આ વર્ષે પણ શો ભૂતકાળની જેમ જ અદ્ભુત સફળતા પ્રાપ્ત કરશે.
આ વર્ષે ખઝાનામાં અનુપ જલોટા, રેખા ભારદ્વાજ, જાવેદ અલી, હર્ષદીપ કૌર, શિલ્પા રાવ, પ્રતિભાસિંહ બધેલ, સુદીપ બેનરજી, વિધિ શર્મા, સમીર પંડિત, ગાયિકા પ્રિયંકા બર્વે સાથેના સમર્પણ બેન્ડ દ્વારા સ્પેશિયલ એક્ટ, રિશવ ઠાકુર અને અયાચી ઠાકુરને ચમકાવતો મૈથિલી ઠાકુરે તૈયાર કરેલો અજોડ એક્ટ, કોલકાતાથી ટેલેન્ટ હન્ટ વિજેતા જોયદીપ્તા બંદોપાધ્યાય અને સોહિનીસિંહ મુઝુમદાર અને સદાબહાર ગઝલ દિગ્ગજ પંકજ ઉધાસનો સમાવેશ થાય છે.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer