જોફરા આર્ચર ટેસ્ટ ક્રિકેટમાં પણ સફળ રહેશે : એન્ડરસન

જોફરા આર્ચર ટેસ્ટ ક્રિકેટમાં પણ સફળ રહેશે : એન્ડરસન
લંડન, તા.22: ઇંગ્લેન્ડની અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનને વિશ્વાસ છે કે વિશ્વ કપમાં ટીમનો નાયક બની રહેનાર કેરેબિયન મૂળનો ઝડપી બોલર જોફરા આર્ચર ટેસ્ટ ફોર્મેટમાં પણ શાનદાર સફળતા હાંસલ કરશે. આર્ચરે વિશ્વ કપના ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે સુપર ઓવર ફેંકી હતી. હવે એન્ડરસને જોફરા આર્ચર વિશે કહ્યું છે કે તેને ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટનો બહુ અનુભવ ન હોય, પણ તેણે દુનિયાભરમાં લીગ ક્રિકેટ રમ્યું છે. જેથી તેની પાસે સારો અનુભવ છે. તેણે વિશ્વ કપમાં દબાણની સ્થિતિમાં શાનદાર દેખાવ કર્યોં છે. આથી મને ભરોસો છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં પણ સફળ રહેશે. જોફરા આર્ચરને ઓગસ્ટમાં શરૂ થનાર એશિઝ શ્રેણીમાં તક મળી શકે છે.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer