આઇસીસીની ભૂલ : ટ્વીટર પર મુરલીધરનના સ્થાને હેરાથની તસવીર પોસ્ટ કરી

આઇસીસીની ભૂલ : ટ્વીટર પર મુરલીધરનના સ્થાને હેરાથની તસવીર પોસ્ટ કરી
નવી દિલ્હી, તા.22: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર શ્રીલંકાના મહાન બોલર મુથૈયા મુરલીધરનની જગ્યાએ તેના જ દેશના બીજા એક સ્પિન બોલર રંગાના હેરાથની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવાની ભૂલ કરી હતી. જો આ ભૂલ ધ્યાને આવ્યા બાદ આઇસીસીએ ટ્વિટર પર તેની ભૂલ સુધારી હતી પણ ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. ક્રિકેટ ચાહકોએ આઇસીસીને જોરદાર ટ્રોલ કર્યું હતું. વાત એવી હતી કે 9 વર્ષ પહેલા આજના જ દિવસે એટલે કે 22 જુલાઇએ મુરલીધરને 800 ટેસ્ટ વિકેટનો જાદુઇ આંકડો પોતાના આખરી ટેસ્ટના આખરી દડે સ્પર્શ કર્યોં હતો. આ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે 2010માં ગાલેના મેદાન પર રમાયો હતો. આ મોકા પર હવે આજે આઇસીસીએ મુરલીઘરનની તસવીર પોસ્ટ કરવાના બદલે રંગાના હેરાથની તસવીર પોસ્ટ કરી હતી. જેથી આઇસીસી ટ્રોલ થયું હતું.

Published on: Tue, 23 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer