પસંદગીની રાત્રે રાહુલ ચહર સૂઇ શક્યો ન હતો : પિતાએ કહાની બતાવી

પસંદગીની રાત્રે રાહુલ ચહર સૂઇ શક્યો ન હતો : પિતાએ કહાની બતાવી
ચહરબંધુની ભારતીય ટીમમાં પસંદગીથી પરિવારમાં ખુશીનો માહોલ
નવી દિલ્હી, તા.22: પહેલીવાર ટીમ ઇન્ડિયામાં સામેલ થયેલ ચહરબંધુ દીપક અને રાહુલના પરિવારમાં ખુશીનો માહોલ છે. પસંદગીકારોએ લેગ સ્પિનર રાહુલ અને મીડીયમ પેસ બોલર દીપક ચહરને વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધની ભારતની ટીમમાં પસંદ કર્યાં છે. બન્ને પિતરાઇ ભાઇ છે. રાહુલ ચહર પિતા દેશરાજે કહયું છે કે એકસાથે પરિવારના બન્ને પુત્રની રાષ્ટ્રીય ટીમમાં પસંદ થવું અમારા  માટે સૌથી ધન્યની પળ છે. તેમણે કહયું જે બાળક બોલ અને બેટ ઉપાડે છે તેને ભારત તરફથી રમવાનું સપનું હોય છે. મારા બન્ને પુત્રનું સપનું સાકાર થયું છે. એથી વધુ સારું શું હોય. રાહુલની પસંદગી થઇ ત્યારે તે વેસ્ટ ઇન્ડિઝમાં હતો અને પૂરી રાત સૂઇ શકયો ન હતો. કારણ કે તે ટીમની જાહેરાતનો ઇંતઝાર કરી રહયો હતો.
રાહુલ આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે. તેને રોહિત શર્માએ એકયુરેટ સ્પિનર બનાવ્યો છે. તો દીપક ચહર ધોનીના માર્ગદર્શનમાં ચેન્નાઇ સુપર કિંગ્સમાં રમે છે. ધોનીએ દીપકનું ઘડતર કર્યું છે. દેશરાજે કહયું કે ધોની હંમેશા દીપકની મદદ કરે છે. 

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer