કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં સાથિયાન-અર્ચનાની જોડીને સુવર્ણ ચંદ્રક

કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં સાથિયાન-અર્ચનાની જોડીને સુવર્ણ ચંદ્રક
નવી દિલ્હી, તા.22: જી. સથિયાન અને અર્ચના કામથે સિંગાપોરના પેંગ યુઇન કોઇન અને ગોઇ રુઇ ઝુઆનને 3-0થી હાર આપીને કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપનો મિકસ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સિંગાપોરની આ જોડીએ સેમિ ફાઇનલમાં બીજી એક ભારતીય જોડી શરત કમલ અને શ્રીજા અકુલાને હાર આપી હતી. બીજી તરફ પુરુષ સિંગલ્સમાં ભારતના જી. સથિયન અને હરમિત દેસાઇ સેમિ ફાઇનલમાં પહોંચી ગયા છે.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer