ફડણવીસના જન્મદિન નિમિત્તે વડા પ્રધાન અને અમિત શાહે શુભેચ્છા આપી

મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના 49મા જન્મદિન નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે અભિનંદન પાઠવ્યાં છે. આ બંને નેતાઓએ ફડણવીસ હજી ઘણાં વર્ષ દેશની સેવા કરે એવી શુભેચ્છા પાડવી છે.
બંને નેતાઓએ ફડણવીસની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે તેઓએ મહારાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈ સુધી પહોંચાડયું છે અને વિકાસનો નવો અધ્યાય શરૂ કર્યો છે.
મોદીએ પોતાના સંદેશામાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રના ઉત્સાહી અને જોમવંતા મુખ્ય પ્રધાન ફડણવીસને જન્મદિનની શુભેચ્છા. તેમણે ગરીબોના ઉદ્ધાર માટે સારું કામ કર્યું છે. સેવા માટે તેમને આરોગ્ય અને આયુષ્ય  મળે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ફડણવીસના ઉત્સાહ અને સેવા પ્રત્યેની નિષ્ઠાને કારણે મહારાષ્ટ્રમાં વિકાસના નવાયુગનો પ્રારંભ થયો છે. તેઓ મહારાષ્ટ્રવાસીઓની સેવા એકધારા ઉત્સાહ અને સમર્પણની ભાવનાથી આગળ ધપાવે એમ શાહે ઉમેર્યું હતું.
ફડણવીસે આજે પોતાના જન્મદિન નિમિત્તે એક દિવસનો પગાર મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં આપ્યો હતો.
 

Published on: Tue, 23 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer