ચેક બાઉન્સ કેસમાં અભિનેત્રી કોયના મિત્રાને છ મહિનાની સજા

મુંબઇ,તા. 22 : ચેક બાઉન્સ કેસમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે અભિનેત્રી કોયના મિત્રાને છ મહિનાની સજા ફટકારી એક મોડલ પુનમ સેઠી દ્વારા દાખલ કરવામાં આવેલા મામલામાં કોર્ટે કોયનાને 1.64 લાખ રૂપિયાની સાથે વ્યાજ સાથે હવે 4.64 લાખ રૂપિયાનો આદેશ પણ કર્યો છે. પુનમ શેઠીએ વર્ષ 2013માં કોયનાની સામે ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે  ફંડ નહીં હોવાના કારણે કોયનાના ચેક બાઉન્સ થઇ ગયા હતા. જો કે કોયના મિત્રાએ આ તમામ આરોપોને રદિયો આપ્યો છે. તે ચુકાદાની સામે હાઇકોર્ટમાં જવાનો નિર્ણય કરી ચુકી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન મેજિસ્ટ્રેટે કોયનાની તરફથી આપવા ંઆવેલી તમામ દલીલોને ફગાવી દીધી હતી. કેસ મુજબ કોઇનાએ પુનમ સેઠી પાસેથી જુદા જુદા સમય પર આશરે 22 લાખ રૂપિયા લીધા હતા. આ રકમને પરત કરતી વેળા કોયનાએ એક વખતે પુનમને ત્રણ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે બાઉન્સ થઇ ગયો હતો. પુનમે ત્યાર બાદ કોયનાને લીગલ નોટીસ ફટકારી હતી. પરંતુ જ્યારે એ વખતે પણ રકમ પરત આપી ન હતી ત્યારે પુનમે છેલ્લે 10મી ઓક્ટોબર 2013ના દિવસે કોર્ટમાં કોયનાની સામે કેસ દાખલ કરી દીધો હતો.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer