આદિત્ય ઠાકરેની જન આશીર્વાદ યાત્રાથી ખિસ્સાકાતરું અને ચોરોને ચાંદી

નાશિક, તા.22 : શિવસેનાના યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરેની જન આશીર્વાદ યાત્રાથી ખિસ્સાકાતરુંઓ અને ચોરી કરનારાઓને મજા પડી ગઇ છે. આ યાત્રામાં સામેલ થતાં કેટલાંય લોકો, શિવસૈનિકો અને સ્થાનિક નાના-મોટા નેતાઓના મોબાઇલ અને ખિસ્સા કપાયાની ઘટનાઓ સામે આવી રહી છે. 
છ તબક્કાની આદિત્યની આ યાત્રાના પહેલા તબક્કાની શરૂઆત 18 જુલાઇએ જળગાંવથી શરૂ થઇ હતી અને ધૂળે, માલેગાંવ, નાશિક શહેર અને ગ્રામિણ વિસ્તારોમાં થઇને અહમદનગર સુધી પહોંચી છે. આ યાત્રા દરમિયાન આદિત્ય ઠાકરે ખેડૂતો, મતદારો, વિદ્યાર્થીઓ અને શિવસૈનિકો સાથે સંવાદ કરે છે અને યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
જોકે, યાત્રામાં થતી ભીડથી ચોરોને ચાંદી થઇ છે. ભીડનો ગેરફાયદો ઊઠાવીને ચોરો લોકોના, કાર્યકરોના તેમ જ નાના મોટા નેતાઓના મોબાઇલ ચોરે છે અને કેટલાંયના ખિસ્સા પણ કપાયા છે. નાશિકના નગરસેવક દિલીપ દાતારનું પણ ખિસ્સું કાપનારો એક ચોર પકડાતા તેને અંબાડ પોલીસને સુપરત કરાયા બાદ મોબાઇલ ચોરી અને ખિસ્સા કપાયાની અન્ય પાંચ ફરિયાદો પણ પોલીસમાં નોંધાઇ હતી અને બીજા બધાં આરોપી પણ પકડાયા હતા.

Published on: Tue, 23 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer