અમેરિકામાં ઈમરાનનો વિરોધ

ભાષણ દરમિયાન બલોચ યુવાનોએ પાક વિરોધી અને આઝાદી માટે નારા લગાવ્યા
વોશિંગ્ટન, તા. 22 : અમેરિકાના ત્રણ દિવસીય પ્રવાસે પહોંચેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનનો એરપોર્ટ પર કોઈ ભાવ ન પૂછાયા બાદ પાકના જ વિવિધ સમુદાયોના આકરા વિરોધનો અમેરિકામાં સામનો કરવો
પડયો હતો.
ઈમરાનના એક સભાગૃહમાં ભાષણ દરમ્યાન બલોચ યુવાનોના એક જૂથે પાકિસ્તાન વિરુદ્ધ તેમજ આઝાદ બલુચિસ્તાન માટે નારેબાજી કરી હતી.
મુહાજિર, બલોચ, પશ્તૂન, સિંધી, ગિલગીટ બાલતિસ્તાન અને સરાઈકી સમુદાયના સો લોકોએ સોમવારે વ્હાઈટ હાઉસની બહાર ખાન વિરોધી દેખાવો કર્યા હતા. પાકિસ્તાની મૂળના અમેરિકીઓની જનસભાને પાક વડાપ્રધાનના સંબોધન દરમ્યાન બલોચ યુવાનો અચાનક ઊભા થઈને નારેબાજી કરવા લાગ્યા હતા. પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા બલોચો પર થતા અત્યાચાર, માનવ અધિકારના ઉલ્લંઘન સામે અમેરિકામાં રહેતા બલોચ લોકોએ અવાજ ઉઠાવ્યો હતો.
ભાષણ વચ્ચે નારેબાજી દરમ્યાન ઈમરાન ખાનના કેટલાક સમર્થકો બલોચ યુવાનોને પાછળ ધકેલતાં સ્ટેડિયમથી બહાર જવાની ધમકી આપતા દેખાયા હતા.
 

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer