આધાર કાયદો તોડયો તો એક કરોડનો દંડ

બૅન્ક ખાતાં, મોબાઈલ જોડાણ  માટે ઉપયોગ સ્વૈચ્છિક : તપાસ અધિકારીઓ નિયુક્ત થશે
નવી દિલ્હી, તા. 22 : આધારનો કાયદો તોડનારા નાગરિકો, સંસ્થાઓ માટે ખરાબ ખબર છે. આ કાયદાનો ભંગ કરશે તેને એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
મળતી માહિતી મુજબ, કાયદો તોડનારાની તપાસ કરવા માટે ભારતીય વિશેષ ઓળખ સત્તામંડળ (યુઆઈડીએઆઈ) ન્યાયિક અધિકારીઓની નિયુક્તિ પણ કરશે.
આ પ્રક્રિયામાં દોઢ માસ સુધીનો સમય લાગી શકે છે. ચાલુ મહિને જ સંસદમાં આ અંગેના વિધેયકને મંજૂરી પણ મળી
ગઈ છે.
પહેલીવાર ઉલ્લંઘન બાદ તે ભંગ જારી રહેવાથી પ્રતિ દિવસ 10 લાખ રૂપિયાનો વધારાનો દંડ કરવાની પણ તેમાં જોગવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, વિધેયક મુજબ, બેંક ખાતા ખોલવા કે મોબાઈલ ફોન કનેક્શન મેળવવા માટે આધાર કાર્ડનો ઓળખના રૂપમાં ઉપયોગ ફરજિયાત નહીં પણ સ્વૈચ્છિક રહેશે.
મળતી જાણકારી અનુસાર, કલમ 33-એ હેઠળ આધાર કાયદો તોડનારાઓ સામે તપાસ કરવા માટે ખાસ અધિકારીઓ નિયુક્ત કરવા માટેની કવાયત શરૂ થઈ ચૂકી છે.

Published on: Tue, 23 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer