વિશાખા ગાઈડલાઈન ધાર્મિક સ્થળોએ લાગુ નહીં થાય

નવી દિલ્હી, તા. 22: આશ્રમ, મદરેસા, ચર્ચ જેવી ધાર્મિક સંસ્થાઓમાં યૌન ઉત્પીડનની ફરીયાદ માટે કમિટી (વિશાખા ગાઈડલાઈન્સ) બનાવવાની માગ કરતી અરજી ઉપર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાની પીઠે સોમવારે કહ્યું હતું કે, વિશાખા ગાઈડલાઈન કેવી રીતે વિસ્તાર થઈ શકે. સુપ્રીમ કોર્ટે 1997માં તમામ કચેરીઓમાં યૌન ઉત્પીડનની ફરીયાદ માટે કમિટી બનાવવાનો આદેશ આપ્યો હતો. 1997 અગાઉ મહિલાઓ કાર્યસ્થળ ઉપર યૌન ઉત્પીડનની ફરીયાદ આઈપીસીની ધારા 354 અને 509 હેઠળ દાખલ કરાવતી હતી. 2012માં સુપ્રીમ કોર્ટે 1997માં જારી વિશાખા ગાઈડલાઈન દ્વારા અપાયેલી વ્યવસ્થાનો દાયરો વધારતા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા અને ભારતીય ચિકિત્સા પરિષદ જેવી તમામ નિયામક સંસ્થાને નિર્દેશ આપ્યો હતો કે કાર્યસ્થળે યૌન ઉત્પીડનના મામલા માટે સમિતિઓનું ગઠન કરવામાં આવે.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer