અકોલામાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ : ત્રણ આરોપીની ધરપકડ, નર્સિંગ હૉમ સીલ

અકોલામાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ : ત્રણ આરોપીની ધરપકડ, નર્સિંગ હૉમ સીલ
અકોલા, તા.22 (પીટીઆઇ) : એક નર્સિંગ હૉમમાં ગેરકાયદે ગર્ભપાતનું કૌભાંડ ચલાવતા મુન્નાભાઇ એમબીબીએસ (નકલી ડૉક્ટર) અને એક મહિલા સહિત તેના બે સાગરિતોની ધરપકડ કરાયાનું અકોલા પોલીસે આજે જણાવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર મિલિંદકુમાર બહાકારે કહ્યું હતું કે માત્ર બારમી સુધી ભણેલો અને મેડિકલની કોઇ ડિગ્રી ન ધરાવતો રૂપેશ તાલગોટે આ નર્સિંગ હૉમ ચલાવતો હતો, એ નર્સિંગ હૉમને પણ તાળા મારવામાં આવ્યા છે. 
બહાકારે કહ્યું હતું કે બાતમીના આધારે પોલીસે રવિવારે જાળ બિછાવી હતી. અકોલાના ભાગવત પ્લોટ વિસ્તારના આ નર્સિંગ હૉમમાં સાંજે એક મહિલાને પ્રેગનન્ટ હોવાનો સ્વાંગ રચીને મોકલાઇ હતી અને તેને ગર્ભપાત કરાવવાનો હોવાની વાતચીત માટે મેડિકલ એક્સપર્ટને પણ તેના સગાઓના સ્વાંગમાં મોકલાયા હતા. તાલગોટે ગેરકાયદે ગર્ભપાત કરી આપવા સંમત થતાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી અને વૈશાલી ગવઇ અને રવિ ઇંગલે નામના તેના બે સાગરિતોને પણ પકડયા હતા.
 

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer