ગુજરાતની મેઘા ભટ્ટ ચંદ્રયાન અભિયાનનો મહત્ત્વનો હિસ્સો

ગુજરાતની મેઘા ભટ્ટ ચંદ્રયાન અભિયાનનો મહત્ત્વનો હિસ્સો
અવકાશયાનના સમગ્ર ડેટાનું કરશે વિશ્લેષણ
કટની, તા. 22 : ચંદ્રયાન-2 અભિયાન સાથે જોડાયેલી અને તેમાં સામેલ મેઘા ઉપેન્દ્ર ભટ્ટ હાલ પીઆરએલ અમદાવાદમાં રિસર્ચ કરી રહી છે. મેઘા ચંદ્રયાન અભિયાન માટે મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવશે. તે ચંદ્રયાન દ્વારા જે ડેટા મોકલવામાં આવશે તેનું વિશ્લેષણ કરશે. આ વિશ્લેષણમાં તે એ જાણવાની કોશિશ કરશે કે ત્યાં મેગ્નેટ મેગ્નેશિયમ વગેરે તત્ત્વો કેવા પ્રકારના છે અને તેમનું કેટલું પ્રમાણ છે. તેમ જ તેમનો આકાર કેવો છે? શરૂઆતમાં આ તત્ત્વો લાવાના સ્વરૂપમાં હતા કે પછી ત્યાં પણ ધરતીની જેમ આ તત્ત્વોની સામાન્ય હાજરી રહી હતી. આવા પ્રકારનું વિશ્લેષણ મેઘા કરશે. ચંદ્રયાન અભિયાનમાં કટનીમાં અભ્યાસ કરનારી મેઘા ભટ્ટના સામેલ થવાથી કૈમોર જ નહીં કટની જિલ્લા અને મધ્યપ્રદેશનું પણ ગૌરવ વધ્યું છે. દેશના કેટલાક ચુનંદા વૈજ્ઞાનિકો જ આ અભિયાન સાથે સંકળાયેલા છે. મેઘા બાળપણથી જ ઘણી હોંશિયાર હતી. ભૌતિક રસાયણમાં સંશોધન કરવાની મેઘાની હંમેશાં રુચિ રહી છે. મેઘાએ એક રિસર્ચરની સાથે સાથે પીએચડી પણ કરી છે.
મેઘાના પિતા યુ.એન. ભટ્ટ એસીસી કૈમોરની એન્જિનિયર ઇન્સ્ટિટયૂશનના ડીઝલ સેકસનમાં ઇન્સ્ટ્રક્ટર હતા ત્યારે ભટ્ટની બે પુત્રીઓ અને પુત્ર કૈમોરમાં જ રહેતાં હતાં. દરમિયાન મેઘા કૈમોરની એસીસી મિડલ સ્કૂલની હિન્દી માધ્યમની વિદ્યાર્થિની હતી. ઉચ્ચ શિક્ષણ માટે મેઘાએ જબલપુરમાં અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ મેઘાના પિતા નિવૃત્તિ લઈને ગુજરાત ચાલ્યા ગયા હતા સાથે તેમનો સમગ્ર પરિવાર પણ અમદાવાદ શિફ્ટ થઈ ગયો હતો.
ચંદ્રયાન અભિયાન સાથે મેઘા સંકળાયેલી છે એવા અહેવાલો આવ્યા કે તરત જ કૈમોરમાં મેઘા સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ, શિક્ષક તથા કૈમોરમાં ભટ્ટ પરિવારને ઓળખનારા શુભચિંતકોમાં આનંદ છવાઈ ગયો હતો. આજે પણ દિવસભર મેઘાની બહેન પૂર્વી ઇન્દોરમાં આઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે જ્યારે તેના ભાઈ તરંગ ભટ્ટ ગુજરાતમાં જ કાર્યરત છે.

Published on: Tue, 23 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer