ઘરમાં જ નકલી દાગીના બનાવવાનું કારખાનું પકડાયું

મુંબઈ, તા. 23 : ચાંદી પર સોનાના ઢોળ ચઢાવી તેના પર હોલમાર્કનો ઉપયોગ કરીને ઘરમાં જ બનાવટી સોનાના દાગીના બનાવી તે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય બૅન્કો સહિત અનેક પતસંસ્થાઓમાં ગિરવે મૂકી લોન લઈ મુંબઈ, થાણે, નવી મુંબઈમાં 20થી અધિક બૅન્કો સાથે બે કરોડથી વધુની છેતરપિંડી કરનાર એક ટોળીની પોલીસે ધરપકડ કરી છે.
પકડાયેલામાં રાજસ્થાનનો રહેવાસી રમેશ રામઅવતાર સોની અને તેના ભાઈઓ સહિત બીજાઓનો સમાવેશ થાય છે.
નકલી દાગીના પર લોન લીધા પછી આ બધા છૂ થઈ જતા બૅન્કોએ તેઓના દાગીના લિલામમાં કાઢતા એકે તે ખરીદતા આ આખું કૌભાંડ બહાર આવ્યું હતું. જે બૅન્કોને તેઓએ છેતરી છે તેમાં કોટક મહિન્દ્રા બૅન્ક, આઈઆઈએફએલ, યસ મહાનગર, સીએસબી, ડીસીબી, ફેડરલ, સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer