હાઈ કોર્ટની મનાઈ સામે પાલિકાએ ફાઈલ કરી SLP

કોસ્ટલ રોડ પ્રકરણ
મુંબઈ, તા. 23 : બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી રૂા. 12000 કરોડનો 30 કિ.મી. લાંબો કોસ્ટલ રોડ પ્રોજેક્ટ થંભાવી દીધાના કેટલાક દિવસો બાદ પાલિકાએ તેના એવા ચુકાદા વિરુદ્ધ વિશેષ રજા અરજી (એસએલપી) ફાઈલ કરી છે, જેમાં 2017માં અપાયેલા ત્રણ કોસ્ટલ ઝોન રેગ્યુલેશન (સીઆરજેડ)ની મંજૂરીઓને ગેરકાયદે ઠેરવવામાં આવી હતી.
મુખ્યત્વે એ ભૂમિકા પર પડકાર કરાયો છે કે હાઈ કોર્ટે તેનો `રોડ પ્રોજેક્ટ' નહીં પરંતુ `ટાઉસશીપ અને એરિયા ડેવલપમૅન્ટ' તરીકે ઉલ્લેખ કરી 16 જુલાઈએ `એરોનીયસ ફાઈન્ડિંગ' જણાવ્યો હતો. તે એવું વર્ગીકરણ છે જેમાં 2006ના એન્વાયર્નમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (ઈઆઈએ) નોટિફિકેશન હેઠળ મેન્ડેટરી પ્રાયર એન્વા. ક્લિયરન્સ (ઇસી) જરૂરી બનાવાયું હતું.
નવા ઇસીમાં એક વર્ષનો ઇઆઈએ સ્ટડી જોઈશે અને તેમાં જાહેર સુનાવણી કરવાનું સુધ્ધાં જરૂરી બનશે. આ કોસ્ટલ રોડ બે તબક્કામાં નરીમાન પોઈન્ટથી કાંદિવલી સુધી બાંધવાનું સૂચન છે.
સોમવારે સુપ્રીમ કોર્ટે ઉક્ત વિશેષ અરજીની પાલિકાના નિવેદન બાદ ગુરુવારે સુનાવણી કરવા સંમતિ દર્શાવી હતી. `આ તબક્કે કોસ્ટલ રોડનું કામ અટકાવી દેવાથી પાલિકાને નોંધપાત્ર નુકસાન થશે અને તે જાહેર હિતમાં નહીં હોય,' એમ પાલિકાની અરજીમાં જણાવાયું હતું.
હાઈ કોર્ટના ચુકાદામાં પર્યાવરણ શાત્રીઓ અને માછીમારોએ કરેલી પાંચ જનહિત અરજી (પીઆઈએલ)નો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
કોસ્ટલ રોડ બનાવવા 90 હેક્ટરમાંથી ફક્ત 20 હેક્ટર જમીન રીકલેમ કરાશે એમ જણાવાયું હતું, જ્યારે બાકીની જમીન ઉદ્યાનો, સાઈકલ ટ્રેક, પ્રોમેનેડ, બસ ડેપો ઇત્યાદિ માટે રખાશે.
તેમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હાઈ કોર્ટને ખૂલી જમીન કોઈ પણ ડેવલપમૅન્ટ એક્ટિવિટી માટે વાપરવામાં નહીં આવે એવી એફિડેવીટ મારફત બાંહેધરી આપવામાં આવી હતી.
 

Published on: Tue, 23 Jul 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer