અમેરિકામાં લેબ ગ્રોન ડાયમંડ વેચવા માટે ભારતને વિશાળ તક

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : લેબ ગ્રોન ડાયમંડ્સમાંથી બનાવેલી જ્વેલરી દુનિયાના ઉત્પાદનમાં લગભગ અડધોઅડધ યોગદાન આપતાં કીમતી રત્નો અને ધાતુઓનો સૌથી મોટો ઉપભોક્તા યુએસમાં ભારતની એકંદર રૂા. 14 અબજ મૂલ્યની નિકાસમાંથી લગભગ બે ટકા હિસ્સો હાંસલ કરવાની શક્યતા છે. 
ભારતીય નિકાસકારો માટે સૌથી વિશાળ બજાર યુએસમાં નિકાસ આ વર્ષે 280 મિલિયન ડૉલરે પહોંચવાનો અંદાજ છે એમ ધ લેબ ગ્રોન ડાયમંડ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચૅરમૅન શશીકાંત શાહે મુંબઈમાં અત્રે ધ લેબ ગ્રોન ડાયમંડ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા આયોજિત ભારતના પ્રથમ બીટુબી ઇન્ટરનેશનલ ટ્રેડ એક્ઝિબિશન ઇન્ટરનેશનલ લેબ ગ્રોન ડાયમંડ અને જ્વેલર એક્સપો 2019ની ઉદ્ઘાટન સમારંભમાં જણાવ્યું હતું.
યુનાઇટેડ સ્ટેટ્સમાં ગ્રાહકો નાણાં બચાવવા અને તેમના રોકાણક્ષમ વધારાનાં નાણાં અન્ય અસ્કયામત વર્ગોમાં રોકાણ કરવા માટે લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરીની ખરીદી કરવાનું આક્રમક રીતે અપનાવી રહ્યા છે. ભારતીય નિકાસકારોએ ક્રિસમસ, નવું વર્ષ અને મહિલા દિવસ સહિત આગામી તહેવારની મોસમ માટે યુનાઇટેડ સ્ટેટ્સમાંથી વધુ અૉર્ડરો નોંધાવ્યા છે.  અમારા અંદાજ મુજબ યુનાઇટેડ સ્ટેટ્સમાં જેમ્સ એન્ડ જ્વેલરીની એકંદર નિકાસમાંથી યુએસ બજારનો લગભગ બે ટકા હિસ્સો લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી હસ્તગત કરશે, એમ શાહે જણાવ્યું હતું. ચાર દિવસના ઇન્ટરનેશનલ લેબ ગ્રોન ડાયમંડ અને જ્વેલર એક્સપોના ઉદ્ઘાટનમાં ધ જેમ્સ, જ્વેલરી એન્ડ પ્રીસિયસ મેટલ કોન્ફેડરેશન અૉફ થાઈલેન્ડના પ્રેસિડન્ટ સોમચાઈ ફોર્નચિંડાર્ક, થાઈલેન્ડની ટીજીઆઈટીએના વાઇસ પ્રેસિડેન્ટ અતુલ જોગાણી, ભારત ડાયમંડ બુર્સના વાઇસ પ્રેસિડેન્ટ મેહુલ શાહ, એમડીએમએના પ્રેસિડેન્ટ મહેન્દ્ર ગાંધી, લક્ષ્મી ડાયમંડના અશોક ગજેરા, કાઉન્સિલના કન્વીનર રાજેશ બજાજ ઉપસ્થિત રહ્યા હતા. 40,000 ચોરસ ફૂટમાં વિશ્વ કક્ષાના એર કંડિશન્ડ ડોમમાં આયોજિત આ પ્રદર્શન આઈઆઈજેએસ 2019નું આયોજન થઈ રહ્યું છે તેની સામેના જ સ્થળે છે.
 દુનિયામાં આ સૌપ્રથમ પ્રદર્શન હોઈ વિકસિત જ્વેલરી બજારમાં લેબ ગ્રોન ડાયમંડ્સ લેવેચ કરવા માટે બીટુબી સેગમેન્ટ માટે સંપર્કો વિકસાવવા આયોજન કરાયું છે. સૌથી મહત્ત્વપૂર્ણ છે કે લેબ ગ્રોન ડાયમંડ મોટે ભાગે ભેટસોગાદ આપવા માટે ખરીદી કરવામાં આવે છે. 

Published on: Wed, 14 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer